જય સદગુરુ સ્વામી લિરિક્સ | Jay Sadguru Swami Aarti Lyrics

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરરોજ સવાર-સાંજ મંદિરો અને ઘરોમાં ગવાતી વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર આરતી “જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ” ના સંપૂર્ણ લિરિક્સ અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલા છે. આ આરતી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી દ્વારા રચવામાં આવી હતી.

સ્વામિનારાયણ આરતી : ટૂંકી માહિતી

• આરતીનું નામ: જય સદગુરુ સ્વામી
• રચયિતા: સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી
• રચના સ્થળ: કાલવાણી ગામ (સંવત ૧૮૫૯)
• સંપ્રદાય: સ્વામિનારાયણ સંપ્રદાય

swaminarayan-aarti-gujarati-lyrics

 

જય સદગુરુ સ્વામી આરતી લિરિક્સ (ગુજરાતીમાં)

જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી ;
સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી… ॥જય સદગુરુ સ્વામી॥

ચરણ-સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી ;
ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી… ॥જય સદગુરુ સ્વામી॥

નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી ;
પામર પતિત ઉદ્ધાર્યા (૨), અગણિત નરનારી… ॥જય સદગુરુ સ્વામી॥

નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી ;
અડસઠ તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી… ॥જય સદગુરુ સ્વામી॥

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે ;
કાળ કર્મથી છૂટી (૨), કુટુંબ સહિત તરશે… ॥જય સદગુરુ સ્વામી॥

આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી ;
મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિદ્ધિ… ॥જય સદગુરુ સ્વામી॥

Jay Sadguru Swami, Swaminarayan Aarti English Lyrics

 
Jai Sadguru Swami, 
Prabhu Jai
Sadguru Swami…2
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai…..1
 
Charan-saroj tamara vandu kar jodi,
Prabhu vandu kar jodi;
Charane chitt dharyathi (2),
dukh nakhya todi…Jai….2
 
Narayan sukh data, dvij-kul tanudhari,
Prabhu dvij-kul tanu dhari;
Pamar patit uddharya (2),
aganit narnari…Jai….3
 
Nitya nitya nautam lila karta Avinashi,
Prabhu karta Avinashi;
Adsath tirath charane (2), 
koti Gaya Kashi…Jai….4
 
Purushottam pragat nu je darshan karshe,
Prabhu je darshan karshe;
Kal karma thi chhuti (2),
kutumb sahit tarshe…Jai….5
 
Aa avsar karuna nidhi, karuna bahu kidhi,
Vale karuna bahu kidhi;
Muktanand kahe mukti (2),
sugam kari sidhi…Jai….6
 
Jai Sadguru Swami,
Prabhu Jai Sadguru Swami;
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai

 

Best Shri Hari Kirtan Lyrics

 

જય સદગુરુ સ્વામી આરતીનો સરળ અર્થ:

૧. હે સદગુરુ સ્વામી! સહજાનંદ દયાળુ પ્રભુ! આપ અતિશય બળવાન અને અનેક નામો ધારણ કરનારા છો, આપની જય હો.
૨. હે પ્રભુ! આપના ચરણકમળમાં હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. આપના ચરણોમાં માથું નમાવવાથી જીવના તમામ દુઃખો દૂર થઈ જાય છે.
૩. આપ સાક્ષાત નારાયણ છો અને બ્રાહ્મણ કુળમાં માનવ દેહ ધારણ કરીને આવ્યા છો. આપે અસંખ્ય પામર અને પાપી જીવોનો ઉદ્ધાર કર્યો છે.
૪. હે અવિનાશી ભગવાન! આપ દરરોજ નવી નવી દિવ્ય લીલાઓ કરો છો. આપના ચરણોમાં જ અડસઠ તીર્થો અને કરોડો કાશી-ગયા જેવા ધામો રહેલા છે.
૫. જે કોઈ વ્યક્તિ પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કરશે, તે કાળ અને કર્મના બંધનોમાંથી મુક્ત થઈને પરિવાર સહિત ભવસાગર તરી જશે.
૬. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે, હે કરુણાસાગર પ્રભુ! આ માનવ અવતારમાં આપે અમારા પર ભારે કરુણા કરી છે અને મોક્ષનો માર્ગ સાવ સરળ બનાવી દીધો છે.

આરતીનો ઇતિહાસ:

સંવત ૧૮૫૯ ના આસો વદ દશમના દિવસે સૌરાષ્ટ્રના કાલવાણી ગામે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ આ આરતીની રચના કરી હતી. જ્યારે મુક્તાનંદ સ્વામીને અંતરમાં દિવ્ય સાક્ષાત્કાર થયો કે નીલકંઠ વર્ણી (શ્રીજી મહારાજ) જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ત્યારે તેમના મુખમાંથી અસ્ખલિત ભાવે આ આરતી પ્રગટ થઈ હતી.


સ્વામિનારાયણ મંદિરોમાં પાંચ આરતીના નામ:

૧. મંગળા આરતી (સવારે પ્રભુ જાગે ત્યારે)
૨. શણગાર આરતી (પ્રભુને સુંદર વાઘા-આભૂષણો ધરાવ્યા બાદ)
૩. રાજભોગ આરતી (બપોરે થાળ ધરાવ્યા પછી)
૪. સંધ્યા આરતી (સાંજે સંધ્યા સમયે)
૫. શયન આરતી (રાત્રે પ્રભુના પોઢવાના સમયે)


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ):

પ્રશ્ન ૧: સ્વામિનારાયણ આરતી કોણે રચી હતી?
જવાબ: આ આરતીની રચના સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કરી હતી.

પ્રશ્ન ૨: આ આરતી કયા ગામે અને ક્યારે રચાઈ હતી?
જવાબ: આ આરતી સંવત ૧૮૫૯ માં કાલવાણી ગામે રચાઈ હતી.

 
error: Content is protected !!