Ek Var Bolu Ke Be Var Bolu Lyrics in Gujarati and English
એક વાર બોલું કે બે વાર બોલું લિરિક્સ Ek Var Bolu Ke Be Var Bolu Lyrics has written by traditional. Ak Var Bolu Be Var Bolu is prachin garba lyrics song of Mataji. Many singers like to sing this mataji garba geet in navratri festival.
એક વાર બોલું કે બે વાર બોલું લિરિક્સ Lyrics in Gujarati
એક વાર બોલું કે બે વાર બોલું કે
ત્રણ વાર બોલું ઓ મા,
મા તમે ગરબે રમવા આવજો…
ગરબે રમવા આવજો માડી,
દર્શન દેવા આવજો,
ત્રણ વાર બોલું ઓ મા,
મા તમે ગરબે રમવા આવજો…
ગરબે રમવા આવજો માડી,
દર્શન દેવા આવજો,
ઉતારા દેશું રે મા તને મેડીના મોલના,
એક વાર આવીને મારે મંદિરીયે
ઉતારા કરતા જાવ,
મા તમે ગરબે રમવા આવજો…
એક વાર આવીને મારે મંદિરીયે
ઉતારા કરતા જાવ,
મા તમે ગરબે રમવા આવજો…
ભોજન દેશું રે મા તને મોંઘાને ભાવતા,
એક વાર આવીને મારે મંદિરીયે
ભોજન કરતાં જાવ
મા તમે ગરબે રમવા આવજો…


















