Maro Amar Rakho Chudi Chandlo Lyrics in Gujarati New Garba

Maro Amar Rakho Chudi Chandalo Lyrics Tran Tali Garba

મારો અમર રાખોને ચુડી ચાંદલો Maro Amar Rakho Chudi Chandalo Lyrics: આ ગુજરાતી ગીત નવરાત્રિમાં ત્રણ તાળી ગરબા રાસ માં ગવાય છે. 

tran tali garba

 

મારો અમર રાખોને ચુડી ચાંદલો લિરિક્સ ગુજરાતીમાં

હો મૈયા માંગુ તારી પાસ
મારી પુરી કરજો આશ
હે મૈયા માંગી માંગી માંગુ હું તો એટલું
મારો અમર રાખોને ચુડી ચાંદલો

હું તો આવી તારે પાસ
તું છે દલડાની દાતાર
માંડી જુગ જુગ રાખો મારી જોડ રે
મારો અમર રાખોને ચુડી ચાંદલો

જેવી રામ સીતાની જોડ
એવી રાખો મારી જોડ
હે માંડી જુગ જુગ રાખો મારી જોડ રે
મારો અમર રાખોને ચુડી ચાંદલો

હો મૈયા માંગુ તારી પાસ
મારી પુરી કરજો આશ
હે મૈયા માંગી માંગી માંગુ હું તો એટલું
હે મારો અમર રાખોને ચુડી ચાંદલો
 

3 Tali Garba Lyrics

error: Content is protected !!