Lai Ja Ne Lerida Lyrics in Gujarati Gopal Bharwad New Song
Lai Ja Ne Lerida Lyrics Gujaratima લઈ જા ને લેરીડા લિરિક્સ ગુજરાતીમાં : Lai Ja Ne Lerida Singer: Gopal Bharwad, Manisha Bharwad Artists: Chhaya Thakor, Kuldeep Mishra Music: Jackie Gajjar Lyrics: RK Thakor Music Label: Jigar Studio
લઈ જા ને લેરીડા Lyrics in Gujarati
હો લઈ જા ને લેરીડા તારા
હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે
હો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલ મા આવું રે
હો બંગલા તારા પાકા પાયા ના
બંગલા તારા પાકા પાયા ના કાચી માટી ના ઘર
નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવુ મલક
હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે
હો નાનુ એક ઝુપડુ મારુ મન લાગે નઈ તારુ
સુખ સાહેબી માં મોહ્યા ઓય રો તો હારુ
હો હો હો બંગલા ની મેડીયે મન નથી મોહ્યા
વારી બેઠી તમને વાલમ જ્યારથી મેં તો જોયા
હો હાલતી ચટક હરણી ની જેમ
હાલતી ચટક હરણી ની જેમ હરણ્યા હાલર દેશ
પગ મા વાગશે કાંકરીયુ તને કેમ હમજાવું રે
હો લઈ જા ને વાલમ તારા મલક મા જાવુ રે
હો પ્રેમ નિસ્વાર્થ તારો ભરોહો તે જીત્યો મારો
એક બીજા ના થઈને જીવશુ આ જન્મારો
હો હો હો હૈયા ના રે હેત આતો ખોટી નઈ થાય વાતો
સાથ નઈ છોડુ વાલમ જીવ ભલે જાતો
હો બાર મેડી ના બંગલા મારે
બાર મેડી ના બંગલા અને બંગલે મેલ્યા માઢ
હોના ના મોરલિયા બોલે હાલો મારે દેશ
એ હાલો ને હંગાથ લેરીડા દેહ માં જાશું રે

















