Shiv Bavani Lyrics Gujarati
શિવ બાવની Lyrics in Gujarati
શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર,.
સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય.
જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ.
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.
મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
બ્રહ્મા વિષ્ણુ, શિવ સ્વરૂપ, એ પણ ત્રિગુણા રૂપ.
જગનું સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર.
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાસી કાયમ ફરે.
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાય થાપ.
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ.
વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય.
તારી કાયા અદભુત થાય, કોણ કરે તારો સંગાથ.
ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર.
ફનીધર ફરતા ચારે કોર, વનચર કરતા શોરબકોર.
નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું જબરો ચમત્કાર.
શિર પર વહેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ.
સરિતા સાગરમાહી સમાય, જગત તારામાં લીન થાય.
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય.
વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર.
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય.
છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ.
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર.
રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે.
આપ કૃપાથી મળિયું બળ, કૈલાસે અજમાંવી કળ.
અંગુઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર.
શરણે આવ્યો બાણાસુર, બળ કીધું તેને ભરપૂર.
સાગર મથતા સુરાસુર, વિષ નીરખી ભાગ્યા દૂર.
આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન.
ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત.
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય.
પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સહાય.
હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે.
ચઢાવતા ખૂટયું છે એક, નયનકમળથી રાખી ટેક.
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ.
યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ.
ફુલમદન આવ્યો વનમાંહ્ય, કામબાણ મારે છે ત્યાંય.
બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગતિ થઈ આવ્યો પાસ.
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ.
અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી.
ગગનધારા વારિ તમ રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ.
ૐકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ.
ચાર ખૂણા ને ચારે દિશ, વ્યાપક આપ વસો છો ઈશ.
માર્કેન્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ.
ભોળા માટે ભોળા થાય, સંકટ સમયે કરતા સહાય.
શરણાગતના સુધરે હાલ, સંપત્તિ આપી કરતા ન્યાલ.
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય.
લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય.
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય.
પાઠ કરે તે પુનિત થાય, જન્મમરણનું ચક્ર જાય.
દોહરો:
પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ


















