Saat Janam Na Sathi Lyrics in Gujarati New Song

સાત જન્મ ના સાથી લીરીક્સ ગુજરાતીમાં

સાત જન્મ ના સાથી Saat Janam Na Sathi Lyrics: New Gujarati Trending song sung by Gopal Bharvad and Manisha Bharwad from Jigar Studio label. The music of the song is composed by Dipesh Chavda, while the lyrics of “Saat Janam Na Sathi” are penned by Ramesh Vachiya.

સાત જન્મ ના સાથી લીરીક્સ ગુજરાતીમાં

સાત જન્મ ના સાથી Lyrics in Gujarati

હો તમારા દલડે અમને લેજો રાખી
આપણે સાત જન્મના સાથી
ઓ તમે મળ્યાને બધુ લીધું અમે પામી
આપણે સાત જન્મના સાથી
હો મને તું મળી છે જયારથી
ખુશીઓ મળી છે ત્યારથી
ખુશીઓ મળી છે ત્યારથી
હો મન કરે બસ તારા સામે રહું તાકી
આપણે સાત જન્મના સાથી
આપણે સાત જન્મના સાથી…

પલળે ના તારી પાપણ એનું ધ્યાન રાખીશું
એટલી ખુશીઓ આ દુનિયાની તને આપીશું
માંગતા નથી અમે કાય તમથી હોના કે રૂપા
હર ઘડી વાલા રેજો તમે મારા પડખે ઉભા
ઓ પ્રેમનો બાગ રે ખીલાવશું
પડછાયો બની સંગે ચાલશું
પડછાયો બની સંગે ચાલશું
તારી આંખોમાં જોઈ મેં તો દુનિયા આખી
આપણે સાત જન્મના સાથી
આપણે સાત જન્મના સાથી…

હો તું મળીને મળ્યું છે મુજને નવું રે જીવન
તારા વખાણ કર્યા કરે છે આ મારું રે મન
તારા વિના કાઈ જોવા ના માંગે મારી આંખ
મીઠી લાગે તારી બોલી મીઠી લાગે તારી વાત
હો તારા હરેક બોલ અમે જીલસું
તું કે તો જીવ પણ લુટાવશું
અમે જીવ પણ લુટાવશું
હો આવું ના બોલો ઓ રે ઓ મારા સાથી
આપણે સાત જન્મના સાથી
આપણે સાત જન્મના સાથી…


Gujrati Trending Song Lyrics 2026

error: Content is protected !!