ખમ્મા રે ખમ્મા રણુજાના રામદેવજી લીરીક્સ ગુજરાતી
ખમ્મા રણુજાના રામદેવજી Khamma Ranujana Ramdevji Lyrics: song sung by Hitesh Prajapati. Khamma Re Khamma Ranujana Ramdevji song has written by also Hitesh Prajapati and music is composed by Jaydeeo Patel.
ખમ્મા રણુજાના રામદેવજી Lyrics in Gujarati
તારી વાડીનો તું ધણી
અને લીલી રાખજે મારા નાથ
ભક્તિમાંથી અમને ઊગારજો
વાલા મારા રણુજાના રે રાય
વાલા મારા પોકરણગઢના રે રાય
ખમ્મા રે ખમ્મા રણુજાના રામદેવજી
ધણી મારો અલખ નો અવતાર
જાજી રે વધાર્યું રણુજાના પીરજીએ
જાજી રે ખમ્માયુ રણુજાના પીરજીએ
અલખ રે અવતારી ને જાદવ રાયના રે
કરું મારા રામા ધણીનો આરાધ
સૂતા રે હોય તો રે ધણી મારા જાગજો રે
સૂતા રે હોય તો રે પીર મારા જાગજો રે
ઘણુંય ફરકે રે ધણી તારા નામની રે
નવરંગી નેજા નવખંડમાં
બાવન પરચે રે પીરના પ્રમાણ છે રે
પાપી રે પાખંડી લાજયા જોને પીડવા રે
લેવા દે તારે નથી વિશ્રામ
સહાએ ચડજો રે સગુણાના વિરાજી રે
નવખંડ પાઠે પીરજી પધારશો રે
નેજા લોબાન ગૂગળના ધૂપ થાય
નાથ રે નકલંકી જ્યોતના સ્વરૂપથી રે
ધાર્યું મારા ધણી તારું થાય
ખમ્મા રે ખમ્મા રણુજાના રામદેવજીને
જાજીરે ખમાયું રાનુજન રામદેવને
જાજી રે વધાયું રણુંજાના પીરજીએ






