કાન તને ફાવે કે ના ફાવે | Kan Tane Fave Ke Na Fave Lyrics in Gujarati
કાન તને ફાવે કે ના ફાવે લિરિક્સ ગુજરાતીમા
ફાવે કે ના ફાવે કેને કાના કેને કાના
ફાવે કે ના ફાવે કેને કાના કેને કાના
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
સાચું કેજે તને સોગંદ અમારા
સાચું કેજે તને સોગંદ અમારા
તને ગોકુળ કેવું યાદ આવે
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
મથુરાનો રાજા તું મોટો મહારાજા
તારા હુકમે દાસ હજાર
મથુરાનો રાજા તું મોટો મહારાજા
તારા હુકમે દાસ હજાર
ગોકુળ ગામના એ ગાયોના ગોવાળિયા
ગોકુળ ગામના એ ગાયોના ગોવાળિયા
યાદ આવે કે ના આવે
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
બત્રીસ ભાતના ભોજન જમતો ભલે
સોના બાજોઠીયા ઢળાવે
કાના બત્રીસ ભાતના ભોજન જમતો ભલે
સોના બાજોઠીયા ઢળાવે
ઢીચણ વાળીને તું ઢોળીને ખાતો
ઢીચણ વાળીને તું ઢોળીને ખાતો
એ ગોરસ કેવું યાદ આવે
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
માતા જશોદા ને નંદનો નેહડો મારી
પાંપણે પાણી પડાવે
માતા જશોદા ને નંદનો નેહડો મારી
પાંપણે પાણી પડાવે
કવિ કેદાન કે એવું કઈ દેને કાનજી
કવિ કેદાન કે એવું કઈ દેને કાનજી
કે રાધાજી રોજ રોવડાવે
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
સાચું કેજે તને સોગંદ અમારા
સાચું કેજે તને સોગંદ અમારા
તને ગોકુળ કેવું યાદ આવે
કાન તને ફાવે કે ના ફાવે
વ્હાલા તને ફાવે કે ના ફાવે
અલ્પા પટેલના નવા ગુજરાતી ભજન ગીતના લિરિક્સ ૨૦૨૨
1.
2.
3.
Kan Tane Fave Ke Na Fave Mp3 Song