Gokul Na Girdhari Ghare Avo Ne Lyrics | Gaman Santhal
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને Lyrics in Gujarati
સરસ્વતી સરદાને સમરીયે
અને ગણપત લાગુ પાવ
હરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળી
મારી જીભલડી જસ ગાવે રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
અકૃદ આવ્યા હરિને તેડવા
અને નંદને છૂટિયાં જવા
સર્વ ગોપીયો ટોળે વળી
રથ બેસી રવિ ઘેર હાલ્યા
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
કારતક મહીને કલ ને વધાવ્યા
ને ના રહી શકી વરદ ની નાત
એટલા મા તાણા માણા થયા
ગયા હંસા ની હુ તો રહી હારી
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
માક્ષર મહિનો મેલી ગયો
જય જો ને બેઠા જગદીશ
કોઈ સંદેશો લાવો મારા શ્યામનો
એના શરણે નમાવું શીશ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
પોષ મહિનાની પ્રીતડી
અને થર થર કંપે શરીર
વાલા વિનાના થાલા મંદિર
હે થાલા તે મંદિર ગાવે રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
મારા દ્વારકા વાળા ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડboAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલboAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડHome Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલUSB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000Dynamic Singing Mic (Under 2000)
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડStudio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →મા મહિનાની ટાઢડી
ને થર થર કંપે શરીર
હારે થાળ હતા તે જમી ગયા
વાલે થાલા તે થાળ ને મેળિયો ઠેલી
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ફાગણ ફાલ્યો ફૂલડે
ને રમતા રાઘવરાય
હરે વાલો ફરતા ફેર ફૂદડી
વાલા ને ફરકે છે જમણી બોઈ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
શામળિયા ગીરઘારી ઘરે આવો ને
ચૈત્ર મહિનો ચકુમીયો
પીપળે આવ્યા જોને પાન
એવો લગ્ન ગાળો આવ્યો
મારુ હરિ ભજવાનું મન
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
વૈશાખ મહિને વન મોડિયા
મોડિયા દાડમ દ્રક્ષ
મારો ગોકુલ મથુરા માં ગોવાળિયો
વાલા ને ભાવે છે દાડમ દ્રક્ષ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
જેઠ મહિને જાણિયું જગદીશ આવશે
અને વેગે આવશે વિઠ્ઠલ રાય
ચંદન ઘોળવું વાટકી
વાલા ને વેજળ ઘોળવું વાઈ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
અષાડ મહિનો આવ્યો
ને મેહુલો કરે જાકમ જીક
અરે ચોધારી ચમકે જોને વીઝ
એવા મધુરા ટહુકે છે મોર
હરે મોર બપૈયા કિલોલ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
શ્રાવણ વરસે સરવરે
અને નદીએ આવે નિર્મળ નીર
હરે કાનની ભીંજાણી પાવરી
રાણી રાધાના ભીનાજાના ચીર રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
ભાદરવો ભેડી ગાંજ્યો
અને વર્ષિયો મુસળધાર
હરે તોયે ના આયા પ્રભુ
મારે સુભદ્રા ના વીર રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હવ મેલી ને
અરે અષો મહિના આવીયો
અને સહુને પુરી આશ
નરશી મહેતાનો સ્વામી શામળિયો
મારે વાલે રમાડીયા રાસ રે
મારે વાલે રમાડીયા રાસ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
કે બાર મહિના પુરા થયાને
આવ્યો જોને અધિક એવો માસ
હરે બારમાહિના તો ગાયા વીરદાસ
હરે બારમાહિના તો ગાયા વીરદાસ
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
મારે એક સંદેશડો કેવો રે વાલીડા
Online Mp3 of Gokul Na Girdhari Ghare Avone


















