આવતા જન્મારે આપણે પાછા મળીશું લીરીક્સ ગુજરાતીમાં
આવતા જન્મારે આપણે પાછા મળીશું Aavta Janmare Pacha Malishu Lyrics in Gujarati: Song: Aavta Janmare Pacha Malishu Singer: Kajal Maheriya Music: Rahul Nadiya, Ravi Nagar Lyrics: Ganu Bharwad.
આવતા જન્મારે આપણે પાછા મળીશું Lyrics in Gujarati
હો આ જન્મે જુદા થયા તું ને હું
હો આ જન્મે જુદા થયા તું ને હું
વિધિને નહી હોય મંજૂર
આવતા જન્મારે આપણે પાછા મળીશું
હો કુદરત હામે ના હાલે કોઈનું
તારી યાદમાં રોજ બળશું
આવતા જન્મારે આપણે પાછા મળીશું
હું રોવું દિન રાત સતાવે તારી યાદ
ક્યારે થશે હવે તારી મારી મુલાકાત
આ જન્મે જુદા થયા તું ને હું
વિધિને નહી હોય મંજૂર…
આવતા જન્મારે આપણે પાછા મળીશું
હો આવતા જન્મારે આપણે પાછા મળીશું
હો કર્મનો કાગળ મારો કોરો રે પડ્યો
પિયુ વગર મારો ભવ આંખો બળ્યો
હો સપના મારા કાચ જેમ તૂટ્યા
એવી અભાગણી હું કરમ મારા ફૂટ્યા
હો અધુરા હતા લેખ ઢોળાઈ ગયા હેત
આ ભવેના થયા તું ને હું એક
હો આ જન્મે જુદા થયા તું ને હું
વિધિને નહી હોય મંજૂર…
આવતા જન્મારે આપણે પાછા મળીશું
હો આવતા જન્મારે આપણે પાછા મળીશું
હો કયા જન્મારે થાશું હવે ભેળા
તારા વગર મારે દુખની સે વેળા
હો દર્દ જુદાઈનું નથી સેવાતું
તારા વગર મારે નથી રે જીવાતું
મળી જાય મને મોત દુવા માગુ છું રોજ
નથી રેઢાતો મને તારી જુદાઈનો મોહ
હો આ જન્મે જુદા થયા તું ને હું
વિધિને નહી હોય મંજૂર…





