રતન રાણી લીરીક્સ ગીત ગુજરાતીમાં
રતન રાણી Ratan Rani Lyrics: New guajrati Trending song 2026 sung by Gopal Bharwad and
released by Pop Skope Music label. “RATAN RANI” is a New Gujarati Love song, composed by Shashi Kapadiya, lyrics written by CD Dhinoj and Jayesh Jalasar. The music video of this song is picturised on Kuldeep Mishra and Kinjal Patel….
રતન રાણી Lyrics in Gujarati
જેમ અષાઢીના મેઘના મોરલિયા ને ઉમાવા
એના કરતા જાજી મારા હૈયે તારી માયા
ભરોશો ઉઠયો કે પછી મનમાં વેમ આયા
મગ જેવડી વાત માં તારા દલડાં કાં દુભાયા
બોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાં
બોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાં
નૂર ભર્યાં ઝરણાં એક પલ કા હુંકાણા…
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
હા… મન વ્હાલા માં વ્હાલી તું કેમ એ એ વ્હાલ વિહરાણા
કોઈની વાતો માં આવી ને ભીતર કા ભરમાણાં
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
હા… તારી હજાર ભુલો હગરી ભર્યા છે કાળજા
મારી એક ભૂલ વાલીના પ્રીત્યું ના પાંરખા
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા…
હા… મારા રંગભર્યાં રજવાડે બધી રંગત તારાથી
તારું કાળજું કચવાય શેને જોયું જાય મારાથી
હા… રાયના દાણા સરખી વાત પહાડ જેવી પારખી
પડતી મેલો પંચાયત ભરોહા લેશે ભરખી
હા… અમુક વાતો એવી વાંચા માં ક્યાં હમાય
થોડું આંખોમાં ઉભરાય થોડું આતમ બોલી જાય
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા…
હા… તારો મારો રાગ જોઈ આ રાજી નથી લોકો
કલેશ કરી આપોના હસવાનો એમને મોકો
હા… માન્યું થોડું માઠું લાગ્યું વાત હવે છોડો
મોઢે લાવો સ્મિત ઓ હેતાળું હવે બોલો
હા… માથે રામ રાખી કહી દઉં દલડાં દુભાવા નહીં દઉં
આ જીવ રહેશે ત્યાં સુધી તને રડવાં હું નહીં દઉં
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા….






