તું હૈયે હાલી આવે લિરિક્સ ગુજરાતીમાં
તું હૈયે હાલી આવે Tu Haiye Haali Aave Lyrics: New Gujarati trending song 2026 sung by Jigardan Gadhavi, Music: Rahul Munjariya, Lyrics: Milind Gadhavi, Label : Om Baraiya
તું હૈયે હાલી આવે Lyrics in Gujarati
હો ભીનો ભીનો સાદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે
મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે
વરસાદી બરસાદી
તારા મારા પ્રેમનો નાતો રે
હો તારા મારા પ્રેમનો નાતો રે
હે કે તારી રાહમાં હતું આખું આભ રે
કે તારી રાહમાં હતું આખું આભ રે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે
હે મારી ધરતી સજી તારા માટે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે
ઝીણા ઝીણા બોલે છે મનના મોર
તું છે મારા કળજડાની કોર
તારી હરિયાળી આખે હરિયાળું કીધું મારા રે રુદિયાના ગીરવે
મારા અજવાળા લઈને પગપાળા આવું રીઝવુંરે મહોબતના પીરને
મને છોડીને ન જાજે મારા પ્રાણ રે
હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે
હે મારી ધરતી સજી તારા માટે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે
હે સાજણ સાજણ તારી સોગઠીયું
હે મારો જીવ લઈને જાય…






