Nandalna Vir Vina Ekla Lyrics in Gujarati New Song

નણદલના વીર વિના એકલા લીરીક્સ ગુજરાતીમાં

નણદલના વીર વિના એકલા Nandalna Vir Vina Ekla Lyrics: New Gujarati Trending song 2026 sung by Raj Gadhvi and Geeta Jala. Music by Rutvij Joshi. Nandalna Vir Vina Ekla song also known sa Lokgeet.  

Nandalna Vir Vina Ekla Lyrics in Gujarati New Song

નણદલના વીર વિના એકલા Lyrics in Gujarat

નણદલના વીર વિના એકલાં જી રે,
સૂના મંદિર ખાવા ધાય હો જી રે,
કે’દુની જોતી’તી વાટ, વે’લા વાલમ ઘેર આવજો

ઉતારા દેશું તમને ઓરડા જી રે
દેશું કાંઈ મેડિયુંના મોલ હો જી રે
કે ‘દુની જાતી’તી વાટ…

પોઢણ દેશું તમને ઢોલિયા જી રે
દેશું કાંઈ હિંડોળા ખાટ હો જી રે
કે’દુની જોતી’તી વાટ

ભોજન દેશું તમને લાપસી જી રે
દેશું કાંઈ કઢિયેલાં દૂધ હો જી રે
કે’દુની જોતી’તી વાટ…

મુખવાસ દેશું તમને એલચી જી રે
દેશું કાંઈ બીડલાં પાન હો જી રે
કે’દુની જાતી તો વાટ

Gujrati Trending Song Lyrics 2026

error: Content is protected !!