Jai Ganpati Deva Arti Lyrics Gujarati
જય ગણપતિ દેવા આરતી લિરિક્સ, Ganpati ni Aarti, Jay Ganpati Deva Arti Lyrics Traditional. Ganesh Chaturti is great festival of Lord Ganesh in India. Ganesh is song of lord Shiva and Parvati. In ancient time Himalaya Kailash Mountain is home of God Shiva.
Jay Ganpati Deva Lyrics in Gujarati
ઓમ જય ગણપતિ દેવા, પ્રભુ જય ગણપતિ દેવા,
ગણનાયક ગિરજા સુત, ગણનાયક ગિરજા સુત
સિધ્ધિ બુધ્ધિ સેવા… ઓમ જય ગણપતિ દેવા..
લંબોદર જય જયકર, ઉંદર અસવારા, પ્રભુ ઉંદર અસવારા
પિતાંબર ધરી કટિ પર, પિતાંબર ધરી કટિ પર
ત્રિભુવન જગ પ્યારા.. ઓમ જય ગણપતિ દેવા…
હેરંબહસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,
પ્રભુ મોદક મનગમતા
પુષ્કળ ધૃત સાકરના, પુષ્કળ ધૃત સાકરના
સૂંઢ વડે જમતા… ઓમ જય ગણપતિ દેવા…
માતંગ આકૃતિ દેવ, વિશ્વ તણા ભરતા,
પ્રભુ વિશ્વ તણા ભરતા,
ગજવદના સુખ સદના, ગજવદના સુખ સદના,
વિઘ્ન સકળ હરતા … ઓમ જય ગણપતિ દેવા…
તેત્રીસ કોટિ દેવ તુમ્હરો યશ ગાવે,
પ્રભુ તુમ્હરો યશ ગાવે,
ભવ પ્રભા ઇન્દ્રાદિક, ભવ પ્રભા ઇન્દ્રાદિક
નિત દર્શન આવે …. ઓમ જય ગણપતિ દેવા…
દેવ દાનવ મુનિ માનવ,ચરણાં બુજ લેવે,
પ્રભુ ચરણાં બુજ લેવે,
આજ્ઞા ઉલ્લંઘન કરતા, આજ્ઞા ઉલ્લંઘન કરતા,
થર થર ચરણ ધ્રુજે… ઓમ જય ગણપતિ દેવા…
ગજવદના સુખસદના, તુમ અંતરયામી,
પ્રભુ તુમ અંતરયામી
હું પ્રણમું કર જોડી, હું પ્રણમું કર જોડી
નિર્ગુણ નિષ્કામી… ઓમ જય ગણપતિ દેવા…
ભવનંદન જગવંદન આરતી ઊતારી,
પ્રભુ આરતી ઊતારી
શ્વેત વૈકુંઠ તુમ પર, શ્વેત વૈકુંઠ તુમ પર
જાઉં બલિહારી …. ઓમ જય ગણપતિ દેવા…
ઓમ જય ગણપતિ દેવા, પ્રભુ જય ગણપતિ દેવા,
ગણનાયક ગિરજા સુત, ગણનાયક ગિરજા સુત
સિધ્ધિ બુધ્ધિ સેવા… ઓમ જય ગણપતિ દેવા…

















