Ek Bhar Re Jobaniya Ma Betha Beni Ba Lyrics Lagngeet

એક ભર રે જોબનીયામાં બેઠાં | Ek Bhar Re Jobaniya Ma Betha Lyrics

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા લિરિક્સ: Aek Bhar Re Jobaniya Ma Betha is bhatigal lagngeet and lyrics is by traditional. This song has sung in Mandap Vidhi while Marriage.
 

gujrati marriage song lyrics

એક ભર રે જોબનીયામાં બેઠાં Lyrics in Gujarati

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા,
દાદાએ હસીને બોલાવીયાંરે,
દિકરી તમારી દેહ રે દુબળી,
કાંરે આંખલડી જળ ભરી
નથી રે દાદાજી અમે દેહે રે દુબળાં
નથી રે આંખલડી જળ ભરી રે….

કેવો તે વર તમને ગમશે બેનીબા
એક ઉંચો તે વર ના ગોતો દાદાજી
ઉચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ.
એક નીચો તે વર ના જોશો દાદાજી
નીચો તે નિત ઠેબ આવે રે લોલ.

એક કાળો તે વર ના જોશો દાદાજી
કાણો તે કટુંબ લજાવે રે લોલ.
એક ગોરો તે વર ના જોશો દાદાજી
ગોરાને નિત્ય નજરૂ લાગે રે લોલ.

એક કેડે પાતળિયોને મુખે શામળિયો
એવો મારી સૈયરે વખાણીયો.
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો
ભલો રે વખાણ્યો મારી ભાભીએ