તમે થઇ જ્યાં મોટા મેમ | Tame Thai Jya Mota Mem Lyrics in Gujarati
તમે થઇ જ્યાં મોટા મેમ લિરિક્સ ગુજરાતીમાં
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા…(2)
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા
નાના હતા નિશાળ માં પાહે પાહે બેહતા
બારી એ થઇ ને બસ માં ચડી સીટ અમે રોકતા
એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તા
આવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તા
એ બર્થડે હતો તારો ને મેં કર્યો તો શેર
હેપી બર્થડે લખી કર્યું લાઈક તારું પેજ
એ ફોટો તારો ચડાવી ટેગ કરી તને
થૅન્ક યુ લખી તે રિપ્લાય કર્યો તો મને
બાર માં મહિના ની તેર તારીખ મને યાદ છે
એ તારી કેક નો મોઢામાં હજુ સ્વાદ છે
હે નથી ખાધી હજી બીજા કોઈ ની કેક
ભેળા ભણતા તા…
સ્વાદ રેવો જોઈએ તારો એજ ભેળા ભણતા તા
એ મને યાદ છે એ તને યાદ હશે વાતો
કેવી રીતે ભુલાય આ પ્રેમ નો નાતો
એ પ્રેમ ની વાતો ભૂલે ભુલાય એવી નથી
તને મને આ વાત ની ખબર છે બધી
એ હમજુ છુ તારી કૈક હશે મજબૂરી
એટલે તું રાખતી હશે મારા થી દુરી
એ થઇ જ્યો આઘો ને આવે નઈ યાદ ભેળા ભણતા તા
મારી એટલી એક જ ફરિયાદ ભેળા ભણતા તા
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા
Rakesh Barot na Nava Gujarati Songs Lyrics 2022
1. Hu Chu Dil No Bholo
2. Golu Molu Chhori
3. Gondi Tame Gomdethi
Tame Thai Jya Mota Mem Mp3 Song