Aadi Anadi Che Vachan Paripurn Lyrics in Gujarati – Ganga Sati Panbai

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ ભજન લિરિક્સ ગુજરાતીમાં

Aadi Anadi Che Vachan Paripurn Lyrics (આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ) is written by Ganga Sati Panbai. “Aadi Anadi Che Vachan Paripurn” is prachin bhajan sung by Narayan Swami.

image of panbai bhajan lyrics

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ Lyrics in Gujarati

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચનથી અધિક નહીં કાંઈ રે,
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણમાં સમાય રે
આદિ અનાદિ…

કર્મકાંડ એને નડે નહીં
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે,
પગલું ભરે પણ વચન તપાસે ને
થઈ રહે ગુરુજીના દાસ રે
આદિ અનાદિ…

જનક વિદેહી ભૂલી ગયો ને
દીધો જેણે પેઘડે પાવ રે.
એક વરસ તેમાં રહ્યો પોતે
પછી બદલ્યો વચનનો ભાવ રે
આદિ અનાદિ…

દેહ છતાં તેને વિદેહી કીધો,
એ વચન તણો પ્રતાપ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
જેને નહીં ત્રિવિધનો તાપ રે…
આદિ અનાદિ

Download File

Leave a Comment