Abhyas Jagya Pachi Bahu Bhamvu Nahi Lyrics in Gujarati – Ganga Sati Panbai

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ભજન લિરિક્સ ગુજરાતીમાં

Abhyas Jagya Pachi Bahu Bhamvu Nahi Lyrics (અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં) is written by Ganga Sati Panbai. “Abhyas Jagya Pachi Bahu Bhamvu Nahi” is prachin bhajan sung by Narayan Swami.

image of ganga sati panbai bhajan

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં Lyrics in Gujarati

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે
અભ્યાસ જાગ્યા પછી…

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ
અભ્યાસ જાગ્યા પછી…

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે
અભ્યાસ જાગ્યા પછી…

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે
અભ્યાસ જાગ્યા પછી…

Download File

Leave a Comment