Koine Mogal Thai Mali Lyrics in Gujarati

કોઈને મોગલ થઈને મળી લિરિક્સ ગુજરાતીમાં

Koine Mogal Thai Mali Lyrics (કોઈને મોગલ થઈને મળી) is penned by Manu Rabari while sung by Umesh Barot. “Koine Mogal Thai Mali” is new Gujarati Mogal Ma Bhajan 2023 released by VM Digital and composed by Dhaval Kapadiya.    

image of umesh barot song Koine Mogal Thai Mali

કોઈને મોગલ થઈને મળી Lyrics in Gujarati

જય જય સોનલ, જય જય મોગલ
જય જય ખોડલ માં
જય જય મોમાઈ, જય જય પીઠડ
જય જય માં રવરાઈ
જય જય આવડ, જય જય જોગડ
જય જય તોગડ માં
લોબડિયાળી ભેળીયા વાળી
ધાબળીયાળી માં

ઉદાની રાજલ થઈ મળી
મઢડાની સોનલ થઈ મળી
ઉદાની રાજલ થઈ મળી
મઢડાની સોનલ થઈ મળી
કબરાઉમાં મણીધર મોગલ થઈ મળી
ઉગમણા ઓરડે આવી કર્યો માં તે વાસ
મતલબી આ દુનિયામાં એક તારો વિશ્વાસ
હો માંડી તું મળી બધી ઉપાદી ટળી
હો હો માંડી તું મળી બધી ઉપાદી ટળી
હો રાજલ થઈ મળી
માંડી સોનલ થઈ મળી
ખોડલ થઈ મળી
માંડી મોગલ થઈ મળી
માંડી તું મળી બધી ઉપાદી ટળી

આવડે દિધી આણ અને સૂરજને રોક્યો રે
ભેળીયાના છેડે માંયે ગાંઠે વાળી બાંધ્યો રે
હો આવડ દિધી આણ તે દી સૂરજને રોક્યો રે
ભેળીયાના છેડે માંયે ગાંઠે વાળી બાંધ્યો રે
ભર બજારે ઉભો ચીર્યા બાકરશાને બાઈ
સિંહણ રૂપે પુંજાણી સરધારમાં જીવણી આઈ
હો માંડી તું મળી બધી ઉપાદી ટળી માં
હો હો માંડી તું મળી બધી ઉપાદી ટળી
હો મોમાઈ થઈ મળી
રવરાઈ થઈ મળી
પીઠડ થઈ મળી
માંડી આવડ થઈ મળી
માંડી તું મળી બધી ઉપાદી ટળી

માંડળીકે મર્યાદા મુકી નેહડામાં આવી આઈ રે
ભુપતને ભિખારી કર્યો એવી તું નાગબાઈ રે
હો માંડળીકે મર્યાદા મુકી નેહડામાં આવી આઈ રે
ભુપતને ભિખારી કર્યો એવી તું નાગબાઈ રે
મહિડાને તે પરચો દીધો લાખાની જેતબાઈ રે
મનુ રબારી કે ધન્ય ધાબળીયાળી આઈ  રે
માંડી તું મળી બધી ઉપાદી ટળી માં
હો હો માંડી તું મળી બધી ઉપાદી ટળી
રાજલ થઈ મળી
માંડી સોનલ થઈ મળી
ખોડલ થઈ મળી
માંડી મોગલ થઈ મળી
માંડી તું મળી બધી ઉપાદી ટળી


Lyrics of Umesh Barot Mogal Ma Song 2023

 

Download File

Leave a Comment