Pi Levo Hoy To Ras Pi Lejo Lyrics in Gujarati Ganga Sati

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ લિરિક્સ 

Pi Levo Hoy To Ras Pi Lejo (પી લેવો હોય તો રસ પી લેજો) Bhajan lyrics is written by Ganga Sati. Pi Levo Hoy To Ras is old gujrati bhajan geet sung by Jagmal Barot.

ganga sati juna bhajan

પી લેવો હોય તો રસ પી લેજો Lyrics in Gujarati

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે
પી લેવો હોય તો રસ

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે
પી લેવો હોય તો રસ

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે
પી લેવો હોય તો રસ

વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલીને થાઓ હોંશિયાર રે,
ગંગા સતી એમ બોલિયા રે
હેતના બાંધો હથિયાર રે
પી લેવો હોય તો રસ 

Download File

Leave a Comment