Ulat Samavyo Sulatma Lyrics in Gujarati – Ganga Sati Panbai

ઊલટ સમાવ્યો સૂલટમાં ભજન લિરિક્સ ગુજરાતીમાં

Ulat Samavyo Sulatma Lyrics (ઊલટ સમાવ્યો સૂલટમાં) is written by Ganga Sati Panbai. “Ulat Samavyo Sulatma” is prachin bhajan sung by Hemant Chauhan.

image of panbai bhajan

ઊલટ સમાવ્યો સૂલટમાં Lyrics in Gujarati

ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે.
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે.
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે.
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે
ઉલટ સમાવ્યો સૂલટમાં…

Download File