Manda Ne Sthir Kare Lyrics in Gujarati Ganga Sati

મનડાને સ્થિર કરે જાગીને ભજન લિરિક્સ

Manda Ne Sthir Kare Jagi Ne (મનડાને સ્થિર કરે જાગીને) Bhajan lyrics is written by Ganga Sati. “Manda Ne Sthir Kare” is desi gujarati bhajan of ganga sati sung by Hemant CHauhan.

 
ganga sati na bhajan

મનડાને સ્થિર કરે જાગીને Lyrics in Gujarati

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે
મનડાને સ્થિર કરે

અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે
મનડાને સ્થિર કરે

સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી
મનડાને સ્થિર કરે

વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી
મનડાને સ્થિર કરે

 
Mp3 Bhajan Download

Leave a Comment