Rangavo Rama Chundaldi Lyrics in Gujarati

Rangavo Rama Chundaldi Bhajan Lyrics | Evi Chundaldi Nu Chatku Dada Char Lyrics

રંગાવો રામા ચૂંદલડી, એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર લિરિક્સ: Rangavo Rama Chundaldi Lyrics also sung as Evi Chundaldi Nu Chatku Dada Char. This desi gujrati bhajan sangrah written by Liralbai.

prachin gujrati bhajan lyrics

રંગાવો રામા ચૂંદલડી Lyrics in Gujarati    

એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે
રંગાવો રામા ચૂંદલડી…

રૂ તો મંગાવ્યાં હરજીવનના હાટના રે
મન વિચાર કરી લે
વોર્યા વોર્યા આગું ને આધાર રે
રંગાવો રામા ચૂંદલડી…

ચૂંદલડીના સુતર સુકુળવંતીએ કાંતિયાં રે
મન વિચાર કરી લે
કાંત્યાં કાંત્યાં કાંઈ નવ મહિના નવ ટાંક રે
રંગાવો રામા ચૂંદલડી…

ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રે
 મન વિચાર કરી લે
અને તાણ્યો છે કાંઈ હે જી જર્મી ને આસમાન રે
રંગાવો રામા ચૂંદલડી…

ચોરાસી યોજનમાં આવી ચૂંદલડીનો તાણો
તણ્યો રે મન વિચાર કરી લે
એનો વણનારો છે ચતુર સુજાણ રે
રંગાવો રામા ચૂંદલડી…

ચૂંદલડી ચારે છેડે મોરલા રે‚
મન વિચાર કરી લે
અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે
રંગાવો રામા ચૂંદલડી…

ચૂંદલડીને છેડે જો ને રૂડાં બીબાં પાડિયાં રે
મન વિચાર કરી લે
પાડી પાડી ચોખલીયાળી ભાત રે
રંગાવો રામા ચૂંદલડી…

ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે
મન વિચાર કરી લે
અને નિરખવા કાંઈ હે ધ્રુવ ને પ્રેહલાદ રે
રંગાવો રામા ચૂંદલડી…

ઉગમશીની ચેલી સતી લીરલબાઈ બોલિયાં રે
મન વિચાર કરી લે
આવી ચૂંદલડી ઓઢયાની ઘણી મુંને હામ રે
રંગાવો રામા ચૂંદલડી…

Leave a Comment