Jivvu Thodu Ne Mare Kona Thi Bagadu Lyrics in Gujrati

Jivavau Thodu Mare Konathi Bagadu Bhajan Lyrics

જીવવું થોડું ને મારે કોનાથી બગાડું Jivvu Thodu Ne Mare Kona Thi Bagadu Lyrics by traditional and sung by many santvani bhajanik kalakar in lokdayaro and santvani program.

જીવવું થોડું ને મારે કોનાથી બગાડું Lyrics in Gujrati


કોના થી બગાડું કોનાથી બગાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું.

વ્હેલું કે મોડું સહુએ જવાનું
આ દુનિયા છે મુસાફિરખાનું
સુખે સુતેલાને નહિ રે જગાડુ
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું

પંખી તમે સહું સંપીને રહેજો
વડલાની ડાળે વિસામો રે લેજો
ડરશો ના દિલમાં નહિ રે ઉડાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું

અંતરજામી હું એટલું જ માંગુ
પરદુ:ખે હું દોડી ને જાવું
આંખના આંસુથી અગ્નિ બુજાવું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું

કોણ છે વેરી ને કોણ છે વ્હાલું
ખાલી હાથ આવ્યા ને ખાલી જવાનું
ક્ષણિક સુખને માટે દુ:ખ નહિ લગાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું

મહાવિર ના પ્રિતમ પ્યારા
સદગુરૂ મારા તારણહારા
સ્મરણે સહાય દેજો લગની લગાડી
જીવવું થોડુંને મારે કોનાથી બગાડું

 
Download Mp3 Bhajan