જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Hari Tu Maru Gadu Kya Lai Jaay Lyrics in Gujarati

Hari Tu Maru Gadu Kya Laijay Lyrics

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય Hari Tu Maru Gadu Kya Laijay Bhajan Lyrics: is written by traditional. This is prachin gujrati bhajan and sung by many lokgayak in live bhajan santvani karyakram. 

Hari Tu Maru Gadu Kya Laijay Lyrics

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય Lyrics in Gujarati

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય
કાંઇ ના જાણુ
ધરમ કરમ ના જોડ્યા બળદિયા
ધીરજ ની લગામ તાણુ,
હરિ તું ગાડુ મારું….

સુખ ને દુખ ના પૈડા ઉપર
ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશા નો સૂરજ
કદી અંધારુ થાય
મારઈ મુજ ને ખબર નથી કઇ
ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

પાપણ પટારે સપના સંઘર્યા,
ઉપર મન ની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા,
નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ક્યારે
વાયે વાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

ક્યાથી આવું ક્યા જવાનું
ક્યાં મારે રહેવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર,
મન માં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર
એક પુરાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું…..