Puchu Radha Ne Mira Ne Lyrics in Gujarati

Puchu Radhane Meera Ne Lyrics Tran Tali Garba

પુછું રાધાને મીરાંને લિરિક્સ Puchu Radhane Meera Ne Lyrics: આ ગુજરાતી ગીત રાધા અને મીરાંની કૃષ્ણ ભક્તિ વિષેનું છે. લોકો નવરાત્રિમાં જ્યારે રાસ રમે છે ત્યારે ત્રણ તાલી ગરબામાં આ ગીત ગવાય છે. 

tran tali garba lyrics 2024

પુછું રાધાને મીરાંને Lyrics in Gujarati

પુછું રાધાને મીરાંને
એક વાતલડી હો છાની વાતલડી
સાચી શું છે બતાવોને રીત,
કરવી મારે પ્રીતલડી…

અરે પ્રીત કરી જાણી છે ચકોરે
ચકોરે સદા ચંદ્રની સાથ,
દૂર રહી ને પ્રિત્યું માણે,
માંગે નહી સંગાથ…
અરે દૂર છે સુરજ સુર્યમુખીથી,
તોયે મુખ મલકાટ,
મનડું મળે ત્યાં ટાઢક તનડે,
સાચા પ્રેમની વાટ…
ઓઢી ઓઢી કસુંબલ રે
તારી ચુંદલડી ઑ સાહ્યબા ચુંદલડી…

ભર્યાં હેતનાં દરિયા રે
છલોછલ આંખલડી…
એ પ્રીત ભરી તારી આંખલડીમાં,
વરસે અમ્રત ધાર…
એ અમ્રતનું પાન કરું હું,
ધન્ય થયો અવતાર…
અરે મુંગી તારી પ્રીતલડીમાં,
સઘળો પ્રેમનો સાર,
મળજો તારો સાથ ભવો ભવ
સખી પદમણી નાર…

અમે પ્રેમી પંખીડા રે
કરીએ વાતલડી ઓ મીઠી વાતલડી,
ભવો ભવ ની અમારી છે પ્રીત
અખંડ રહેજો પ્રીતલડી…

 

Tran Tali Lakhela Garba 2024

Leave a Comment