Ram Lakhman Be Bandhav Lyrics in Gujarati

Ram Lakhaman Be Bandhav Lyrics Tran Tali Garba

રામ લખમણ બે બાંધવા રામૈયા રામ લિરિક્સ Ram Lakhman Be Bandhav Lyrics: આ ગુજરાતી લોકગીત દિવાળીબેન ભીલ દ્વારા ગાવામાં આવ્યું હતું અને હાલ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. નવરાત્રિમાં ત્રણ તાલી ગરબા માં આ ગીત ગવાય છે. 

tran tali garba


રામ લખમણ બે બાંધવ Lyrics in Gujarati

રામ લખમણ બે બાંધવા રામૈયા રામ
બેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ

રામને તરસ્યું લાગિયું રામૈયા રામ
લખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ

ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામ
ક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ

ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામ
છેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ

વનરા તે વનમાં વાવલડી રામૈયા રામ
પાણી ભારે બાળ કુંવાર રે રામૈયા રામ

કોરી ગાગર જળે ભરી રામૈયા રામ
સીતા નાર પાણીડાંની હાય રે રામૈયા રામ

ભર્યો ઘડો રામ પી વળ્યા રામૈયા રામ
પાણી પીને પછિયાં- ઘરબાર રામૈયા રામ

જનક કેરી બેટડી રામૈયા રામ
હજી હું છું બાળ કુંવાર રામૈયા રામ

વનની ચોરી ચીતરી રામૈયા રામ
ધરતીના કીધા બજોઠ રામૈયા રામ

આભનો નાખ્યો માંડવો રામૈય રામ
વીજળીની કીધી વરમાળ રામૈયા

નવલખ ત.રા જોઈ રિયા રામૈયા રામ
પરણે પરણે સીતા ને શ્રીરામ રે રામૈયા રામ

 

Tran Tali Garba Song Lyrics 2024

 

Leave a Comment