Uttar Jajo Dakhan Jajo Lyrics in Gujarati

Utar Jajo Dakhan Jajo Lyrics Tran Tali Garba

ઉત્તર જાજો દખ્ખણ જાજો લિરિક્સ Utar Jajo Dakhan Jajo Lyrics: આ ગુજરાતી ગીત લોકગીત ગીત તરીકે પ્રખ્યાત છે. નવરાત્રી ઉત્સવ માં ગરબા માં ત્રણ તાળી તાલમાં આ ગરબા ગીત ગાવામાં આવે છે 

tran tali garba lyrics

 

ઉત્તર જાજો દખ્ખણ જાજો Lyrics in Gujarati

   
ઉત્તર જાજો, દખ્ખણ જાજો,
જાજો દરિયા પાર
એવા મોતીસરને મેળે જાજો,
લાવજો ઝીણી સેર …
ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં
જ્યાં કોઈ ના વેરી હોય
હેતાળાં મમતાળાં
દિલડાંના લ્હેરી હોય
આપણા મલકનાં માયાળુ માનવી,
માયા લાગી જાય … ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં
જ્યાં પ્રીતના મંદિર હોય
પ્રીત્યું વિના બીજાની
પૂજા કરે ના કોય
હેતના વ્હેતાં ઝરણાં હો ત્યાં
કોઈ દિ ના સુકાય … ઝીણાં મારુજી

મોતી ભરેલા ચોકમાં
રાધા રમે જ્યાં રાસ
એવું મંદિરીયું ગોતીને
અમે કરીશું વાસ
સાત ભવના સાથી કેરા
મનડાં લ્હેરે જાય … ઝીણાં મારુજી


Tran Tali Garba Lyrics 2024

Leave a Comment