Charar Charar Maru Chakdol Chale Lyrics in Gujarati

Charar Charar Maru Chakdol Chale Lyrics Gujaratima

ચરર ચરર મારું ચકડોળ ચાલે લીરીક્સ Charar Charar Maru Chakdol Chale Lyrics Garba song sung in Navratri Festival in India and also in world wide. Charar Charar Maru Chakdol Chale is chalti garba song performed and played by many singer and music player. 

 
Charar Charar Maru Chakdol Chale Lyrics in Gujarati

ચરર ચરર મારું ચકડોળ ચાલે Lyrics in Gujarati


ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચકડ ધૂમ ધીમ ધીમ ચકડ ધૂમ ધીમ ધીમ ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર 

ઓ લાલ ફેંટાવાળા ઓ સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા ઓ ભૂરી બંડીવાળા 
મારું ચકડોળ કાલે, 
ચકડ ધૂમ ધીમ ધીમ ચકડ ધૂમ ધીમ ધીમ 

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર 

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચકડ ધૂમ ધીમ ધીમ ચકડ ધૂમ ધીમ ધીમ 
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર

Leave a Comment