Bhakti Karo To Harji Agam Bhed Jano Lyrics in Gujarati

Bhagti Karo To Harji Agam Bhed Lyrics

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો લીરીકસ Bhakti Karo To Harji Agam Bhed Jano Lyrics is written by Siddh Ramde. This desi gujrati santvani bhajan and has sung by lok singer in lok dayaro and santvani karyakram.

Bhagti Karo To Harji Agam Bhed Lyrics

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો Lyrics in Gujarati

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚
અને કહું તે વચનું માં હાલો રે હાં

ધરમ જૂનો છે હરજી નિજારપંથ આદિરે‚
મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…

જીત રે સતીનો હરજી ભેદ જાણો રે હાં‚
પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…

મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો‚
તમે સાબીત રાખજો દાણો રે હાં…

જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚
એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…

વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚
એને મોહનાં બાણ નવ લાગે રે હાં…

કામનાનાં બીજને હરજી પેલાં બાળો રે હાં‚
પછી રજ ને વીરજને સંભાળો રે હાં…

કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો
તમે ગુરુના વચન ને પાળો રે હાં…

જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚
સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…

આતમાને ઓળખી ને હરજી દેહ ભાવ મટાડો
પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…

લિંગ ને રે ભંગનો હરજી ભાવ મટાડો રે‚
એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…

કરમ કરશો તો હરજી ધરમ જાશો હારી
એવા અંતરે વચન સાંભળો રે હાં…

સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚
એવી સતની સદા છે સવાઈ રે હાં…

બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚
પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…

Leave a Comment