Mediye Melyo Sonano Lyrics in Gujarati 2025

Mediye Melyo Sonano Bajotiyo Lyrics Tran Tali Garba

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ગુજરાતી લિરિક્સ: Mediye Melyo Sonano Bajotiyo Lyrics song sung in raas garba navratri festival. This is old tran tali garba song sung by many gujarati songer. Desi Tran Tali Garba geet lyrics.

prachin tran tali garba lyrics

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો Lyrics in gujarati

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો
માં તારો સોના રૂપા નો બાજોઠીયો

પહેલી તે પોળમાં પેસતા રે
સમા સોનીડાના હાટ જો
સોનીડો લાવે રૂડા ઝૂમણાં રે
મારી અંબામાં ને કાજ જો
અંબિકા તારા તે ચોકમાં
ઉડે અબીલ ગુલાલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો

બીજી તે પોળમાં પેસતા રે
સમા વાણીડાના હાટ જો
વાણીડો લાવે રૂડા ચુંદડી રે
મારી ખોડીયાર માં ને કાજ જો
ખોડીયાર માં તારા તે ચોકમાં
ઉડે અબીલ ગુલાલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો

ત્રીજી તે પોળમાં પેસતા રે
સમા મણીયારા ના હાટ જો
મણિયારો લાવે રૂડા ચૂડલા રે
મારી કાલીકા માં ને કાજ જો
કાલીકા માં તારા રે ચોકમાં
ઉડે અબીલ ગુલાલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો

ચોથી તે પોળમાં પેસતા રે
સમા માળીડા ના હાટ જો
માળીડો લાવે રૂડા ફૂલડાં રે
મારી રાંદલ માં ને કાજ જો
રાંદલ માં તારા તે ચોકમા
ઉડે અબીલ ગુલાલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો

Leave a Comment