Vanravan Morali Vage Che Lyrics in Gujarati 2025

Vage Re Vage Re Vanravan Morali Lyrics Krushna Garba

વનરાવન મોરલી વાગે છે ગુજરાતી લિરિક્સ: Vage che Vage che Vanravan Morli Vage che is juna kanuda lokgeet song and lyrics by traditional. Vage Re Vage Re Vanravan Morali song has sung in dandiya raas and navratri garba.

Vage Re Vage Re Vanravan Morali Lyrics

વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે Lyrics in Gujarati

વાગે છે રે વાગે છે
વૃંદાવન મોરલી વાગે છે
તેનો નાદ ગગનમાં ગાજે છે
વનરાવન મોરલી વાગે છે
વનરા તે વનને મારગે જાતાં,

વા’લો દાણ દધિનાં માગે છે.
વનરાવન મોરલી વાગે છે
વનરા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે.
વનરાવન મોરલી વાગે છે

પીળાં પીતાંબર જરકસી જમો,
પીળો તે પટકો બિરાજે છે.
વનરાવન મોરલી વાગે છે
કાને તે કુંડળ, બાજુબંધ બેરખા,
મુખ પર મોરલી બિરાજે છે.
વનરાવન મોરલી વાગે છે

વનરા તે વનની કુંજગલીમાં.
વાલો થનક થનક થૈ નાચે છે
વનરાવન મોરલી વાગે છે
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દર્શન થકી દુ:ખ ભાગે છે.
વનરાવન મોરલી વાગે છે


Gujarati Lyrics of Krushna Garba Songs

1. Khamma Mara Nandji Na Laal