Dukhi Thaya Dahya Re Lyrics in Gujarati 2023

Dukhi Thaya Dahya Re Lyrics Sava Bhagat Bhajan

દુઃખી થયા ડાહ્યા રે લિરિક્સ ગુજરાતી: Dukhi Thaya Dahya Re is juna gujarati santvani bhajan and lyrics penned by Das Sava Bhagat. 

dukhi thaya dahya re lyrics gujaratima

દુઃખી થયા ડાહ્યા રે Lyrics in Gujarati

દુઃખી થયા ડાહ્યા રે,
રમશો નહી કોઇ જુગટું ને જારી,
હવાલ તેવો થાશે રે,
ભલે હોય ભૂપત કે ભિખારી

શાણા હતાં ઘણાં કુંવર,
કુંતાના પણ સમો ન જોયો સંભાળી,
મુલક ગુમાવી બેઠા મુરખની સાથે,
નૃપતી તો હારી બેઠા નારી,
જુગટામાં જો જો રે સંપતિ ગુમાવી સારી

ઇન્દ્ર ચન્દ્ર અહલ્યાને અંજનિ,
જુઓ રમતા એ જારી,
ગૌત્તમ ઘરે ઇન્દ્ર ગુપ્ત છુપાણો,
તેદી મહિપતીની અકલ ગઇ તી મારી,
તુલસી ચારે તાક્યો રે ડાપણ દિધું ઘઇડમાં હારી

રાવણ સરીખા તો રણમાં રોળાણા,
ધરણી પતિને દીધઓ ઢાળી,
બાદશાહી ગુમાવીને બહુ દુઃખ પામે,
એને કામે કર્યા તો ખુવારી,
ઇશ્કમાં અજાણે રે,લઇને ભાગ્યો નરપતિની નારી

પરાસુર જેવાને ધ્યાને નથી પાડ્યા,
નારદ થયા તા લાચારી,
દાસ સવો કહે,
પાડ્યા પાખરીયા એમાં શું કરે રૈયતબિચારી,
કોને જઇએ કેવા રે દેખત ભુલો દુનિયા સારી