Man Vruti Jeni Sada Nirmal Lyrics in Gujarati Ganga Sati

મન વૃત્તિ જેની સદાય નીર્મળ ભજન લિરિક્સ

Man Vruti Jeni Sada Nirmal (મન વૃત્તિ જેની સદાય નીર્મળ) lyrics is written by Ganga Sati. This prachin Gujarati Bhajan song of Ganga Sati and sung by Hemant Chauham. 

ganga sati vani lyrics

મન વૃત્તિ જેની સદાય નીર્મળ Lyrics in Gujarati

મન વૃત્તિ જેની સદાય નીર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે
મન વૃત્તિ જેની સદાય

પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે
મન વૃત્તિ જેની સદાય

અંતર કેરી આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું ભાન
મન વૃત્તિ જેની સદાય

હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગા સતી જોને એમ જ બોલિયા
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે
મન વૃત્તિ જેની સદાય 


Mp3 Bhajan Download

Leave a Comment