Gupt Ras Aa Jani Lejo Lyrics in Gujarati – Ganga Sati Panbai

ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ લિરિક્સ ગુજરાતીમાં

ગુપત રસ આ જાણી લેજો Gupat Ras Aa Jani Lejo lyrics is written by Panbai Ganga Sati. “Gupt Ras Aa Jani Lejo” is prachin Bhajan sung by.

ganga sati na prachin bhajan

ગુપત રસ આ જાણી લેજો Lyrics in Gujarati

ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય
ગુપત રસ આ

શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય
ગુપત રસ આ

પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય
ગુપત રસ આ

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર
ગુપત રસ આ 


Panbai na Prachin Bhajan Lyrics

1.
2.
3.
4.