Antahkaran Thi Pujavani Aasha Rakhe Lyrics in Gujarati – Ganga Sati Panbai

અંત:કરણથી પૂજાવાની આશા રાખે ભજન લિરિક્સ ગુજરાતીમાં

Antahkaran Thi Pujavani Aasha Rakhe Lyrics (અંત:કરણથી પૂજાવાની આશા રાખે) is written by Ganga Sati Panbai. “Antahkaran Thi Pujavani Aasha Rakhe” is prachin bhajan sung by Amit Daroda.

image of Ganga Sati Panbai bhajan

અંત:કરણથી પૂજાવાની આશા રાખે Lyrics in Gujarati

અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે
અંતઃકરણથી…

અંતર નથી જેનું ઉજળું.
ને જેને મોટાપણું મનમાંય રે.
તેને બોધ નવ દીજીએ
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે
અંતઃકરણથી…

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે.
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે
અંતઃકરણથી…

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે
અંતઃકરણથી…

Download File