Tame Mann Na Hata Mela Lyrics in Gujarati

તમે મનના હતા મેલા લિરિક્સ ગુજરાતીમાં – Jignesh Barot

તમે મનના હતા મેલા Tame Mann Na Hata Mela is latest Bewafa Gujarati Geet 2023 sung by Jignesh Barot while lyrics is penned by Ketan Barot and Darshan Baazigar. Music is given by Ravi Rahul and Video song is presented by Ekta Sound.

jignesh kaviraj new sad song 2023

તમે મનના હતા મેલા Lyrics in Gujarati 

એ તમે મનના હતા મેલા જાનુ
એ તમે મનના હતા મેલા જાનુ
મોઢે મીઠા લાગ્યા રે
હે મને જુઠો પ્રેમ કરીને જાનું
દુશ્મન જેવા લાગ્યા રે
હે માથે હાથ મુકીને જાનુ સોગન તું તો ખાતી
ભુલવાની તો વાત ખોટી દૂર પણ ના જાતી
અરે તમે દિલના હતા જુઠા જાનુ
તમે મનના હતા મેલા જાનુ
મોઢે મીઠા લાગ્યા રે
હો મને જુઠો પ્રેમ કરીને જાનું
દુશ્મન જેવા લાગ્યા રે

હો મારી પાછળ રહેતી પડી રે પથારી
કદર ના જાણી મારી જીંદગી બગાડી
હતો ભરોસો તારો એતો જીવ જાણે
છોડ્યો તે સાથ મારો જાનુ ખરા ટાણે
હો રહેતી તું જીગા જોડે કાયમ રે રાજી
પ્રેમ કરવામાં તું તો પડતી ના પાછી
એ તમે મનના હતા મેલા જાનુ
તમે મનના હતા મેલા જાનુ
મોઢે મીઠા લાગ્યા રે
એ  મને જુઠો પ્રેમ કરીને જાનું
દુશ્મન જેવા લાગ્યા રે

હો ક્યાંય નહીં મળે તારા જેવી ચાહનારી
એટલો ભરોસો હતો વાતોમાં તારી
હો તારા જેવું દુનિયામાં કોઈ નતું ભોળું
રોજ કહેતી આપણું અમર રહેશે જોડું
હો વાલ કરવામાં તે રાખ્યું નતું બાકી
દિલ તોડ્યુનું આંખો રડી રડી થાકી
એ તમે મનના હતા મેલા જાનુ
અરે તમે મનના હતા મેલા જાનુ
મોઢે મીઠા લાગ્યા રે
એ મારી આંખો સામે આયા ત્યારે
દુશ્મન જેવા લાગ્યા રે