Mara Hathma Taru Naam Lyrics in Gujarati | Gaman Santhal
મારા હાથમાં તારુ નામ Lyrics in Gujarati
મારા હાથમા લખેલું તારુ નામ
મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા
શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા
કેમ ભુલી ગયા તમે મારૂ નામ
કેમ ભુલી ગયા તમે મારૂ નામ
યાદ આવતું નથી કેમ મારૂં ગામ
મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
એકબીજાને જોઈ જીવતા હતા
ઘડી પણ મારા વગર રહેતા નતા
મારી કોઈ વાત તમે ટાળતા નતા
હર એક વાતે જીવ બાળતા હતા
ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા
ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા
એ તારુ ભલું કરે મારો ભગવાન
તારુ ભલું કરે મારો ભગવાન
તારા માટે જીવ બળે મારી જાન
મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ…
હો મારા વગર તમે ખાવા ના ખાતા
હૌવથી પહેલા તમે યાદ મને કરતા
ક્યાં ગયા દિવસો ક્યાં ગઈ રાતો
રોજ તમે મારી જોડે કરતા લ્યા વાતો
સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી
સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી
મારી આંખે આજ આંસુનો વરસાદ
મારી આંખે આજ આંસુનો વરસાદ
દિલ ઘડી ઘડી કરે તને યાદ
હવે આવીજાને તરસાવ ના યાર
હવે આવીજાને તરસાવ ના યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર…
ગમન સાંથલના નવા ગુજરાતી ગીતના લિરિક્સ ૨૦૨૨
Mara Hathma Taru Naam Mp3 Online