Tara Rup Ni Vato Lyrics Gujarati | Vali Tu To Rupno Katko Kevay Song Lyrics

વાલી તું તો રૂપનો કટકો કેવાય Lyrics in Gujarati
તારા રૂપની વાતો ના થાય
તને જોઈ સ્વર્ગની પરીઓ પણ શરમાય
જોજે કોઈની નજરો લાગી ન જાય
વાલી તું તો રૂપનો કટકો કહેવાય
બારે કાળું ટપકું કરીને નેકળાય
જોજે કોઈની નજરે લાગી ના જાય
આવું રૂપ મે તો પહેલી વાર જોયું
તને જોઈ તારા પર મન મારું મોયું
તને જોઈ હારા હારા ગોડા થાય
તને જોવા તારી વાહે જાય
જોજે કોઈની નજરો લાગી ના જાય
હે વાલી મારી કોઈની નજરો લાગી ના જાય
હા જોઈ પહેલી વાર તને દિલના હલી ગયા તાર
ક્યાંથી આવી ધરતી પર આવી રૂપાળી નાર
હો ચટકનતી ચાલને કમર છે તારી કમાલ
જોયા કરું તને હું તો વારંવાર
હો એકવાર મારી સામે જોને હું રૂપાળી
એક ઝલક આપને છોડી સારી વાળી
તારા પર પ્રેમ મને બહુ છલકાય
તારી પાછળ પાછળ ફરવાનું મન થાય
જોજે મને પાગલ ના કોઈ કહી જાય
એ તને કોઈની નજરો લાગી ના જાય
ગાલ ગુલાબી આંખ નશીલી શિલકી હેર તારા
ગુલાબની પાંખડી જેવા હોઠ તારા
ઓ તારી અદાઓના થયા અમે દીવાના
પ્રેમમાં પડી ગયા ને થયા બે હાલ અમારા
અરે હા તમે પાડો તો આપણે લગન કરી લઈએ
અને મોન મનાવા વિદેશમાં જઈએ
મને તારી જોડ ડે રેવા મળી જાય
તારી મારી જોડી જબર જોમી જાય
ક્યુટ કપલ નોમ આપડું પડી જાય
એ પછી ભલે દુનિયા આખી મળી જાય