Mithudi Lage Najaru Lyrics in Gujarati New Song

Mithudi Lage Najaru Song Lyrics Gopal Bharwad

મીઠુંડી લાગે નજરું Mithudi Lage Najaru Lyrics in Gujarati: New Gujarati Song sung by Gopal Bharwad and written by Ramesh Vanchiya, music by Vinit Barochiya.

Mithudi Lage Najaru Song Lyrics Gopal Bharwad

મીઠુંડી લાગે નજરું Lyrics in Gujarati

હો ચાંદ પૂનમ નો લાગે
કાજલ આંજેલુ રે આંખે
મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે
હો પિત્તળ વરણી પાણીચું
પગે વાગે ઝાંઝરીયુ
મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે

કોયલ વરનો કંઠ તમારો
મનડું માંગે રે સાથ તમારો
કોયલ વરનો કંઠ તમારો
મનડું માંગે રે સાથ તમારો
હો હોઠ ગુલાબ ની પંખડીયુ
જોયા કરે તને આંખડીયું
મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે…

હો સાગર ને જેમ નદીયું ધરતી ને વાદળિયું
એવા વ્હાલા લાગો છો તમે રે મને
હો રૂપ ની તું સુંદરી સ્વર્ગ થી ઉતરી
પહેલી નજર ની પસંદ છો તમે
નિહાળવા રૂપ તમારું લઉં લાવો
નેણ થી નેણ તમે રે મિલાવો
રૂપ તમારુ નિહાળવા લાવો
નેણ થી નેણ તમે રે મિલાવો
હો મને લાગે બન્યા મારી કાજે
મન ભરી જોવુ આજે
મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે…

હો મહેકી ઊઠ્યા મારા મનડા તારા આવવાથી
પ્રેમ ની કટારી કુણા કાળજે વાગી
હો કેવા પુરતો પ્રેમ નઈ કહુ છુ હાથો મા હાથ લઈ
સાથ તારો દેશુ એવો કરી લ્યો ભરોસો
અંતર ના આંગણીયે રે પધારો
હવે આ જીવ થયો છે તમારો
અંતર ના આંગણીયે રે પધારો
હવે આ જીવ થયો છે તમારો
હો ચાંદ પૂનમ નો લાગે
કાજલ આંજેલુ રે આંખે
મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે…

 

Gopal Bharwad Latest Song Lyrics

error: Content is protected !!