Odha Nahi Re Avu Bhajan Lyrics Mira Bai
ઓધા નહિ રે આવુ ભજન લીરીક્સ: Odha Nahi Re Aavu Bhajan Lyrics sung by Meera Bai. This is desi gujarati bhajan and about god Krishna.
Odha Nahi Re Avu Bhajan Lyrics in Gujarati
કામ છે કામ છે કામ છે, રે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,
શ્યામળિયા ભીને વાન છે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,
આ તીરે ગંગા ને પેલે તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે,…
ઓધા નહિ રે આવુ,
સોનુ રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે,…
ઓધા નહિ રે આવુ,
આગલી પરસાળે મારા સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદિર શ્યામ છે,…
ઓધા નહિ રે આવુ,
મીરાંબાઈ કે પ્રભુ ગિરધર ના ગુણ,
ચરણ કમળ માં વિશ્રામ છે,…
ઓધા નહિ રે આવુ





