કાના ને નોતરૂં દીધું રે લીરીક્સ
કાના ને નોતરૂં દીધું રે Kana Ne Notaru Didhu Re Lyrics: Krishna Bhagvan New Lok Geet for Navrati and Dandiya Raas Garba
Kana Ne Notaru Didhu Re Lyrics in Gujarati
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ભાન ભૂલી ગઈ ને ગોપી ભાન ભૂલી ગઈ
ભાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ
ખંભે નાખી સાડી ગોપી ખંભે નાખી સાડી
ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ત્રણ ત્રણ બેડાં લઇ ને ગોપી પાણી ભરવા ગઈ
ખાલી બેડાં લઇ ને આવી ખાલી બેડાં લઇ ને
ખાલી બેડાં લઇ ને આવી ભરેલા ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ખોબો ભરી ને મીઠું નાખ્યું ખીર ખારી થઇ
પુરી વણી ને તૈયાર કરી ને પુરી વણી ને તૈયાર…
પુરી વણી ને તૈયાર કરી ને તળતા ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ
પાટલા ઉપર પીરસી આવી પાટલા ઉપર પીરસી
પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ
કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ
જમી પરવારી પૂછવા લાગી
જમી પરવારી પૂછવા
જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઇ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ
કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ
રાધાજી તો રોજ જમાડે
રાધાજી તો રોજ…
રાધાજી તો રોજ જમાડે તારા જેવી નઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ
વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ
હસતે મુખે કાનો ગયો
હસતે મુખે કાનો
હસતે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ…