કાનુડો કાળો કાળો Lyrics in Gujarati
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી… (ટેક)
મન વશ કરીને જોતાં, શુદ્ધ પ્રેમ ઝાંખી થાયે,
અજ્ઞાની જીવ જાયે જ્યાં, મનડું જાયે દોરી…
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી… ‖ ૧ ‖
છે પ્રેમ સર્વ વ્યાપી, વહેમીજનો શું જાણે,
અજ્ઞાની ને અનાડી, ઊંઘણશી ને અઘોરી…
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી… ‖ ૨ ‖
ઘાયલ ગતિ ને ઘાયલ, જે હોય તે જ જાણે,
કોઈ ગયું મુજ ધોળે દિને હૃદય ચોરી…
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી… ‖ ૩ ‖
સત્તારશાહ નિઝામી, પ્રેમીની છે મુનાદી,
પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી…
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી… ‖ ૪ ‖
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી,
એક છે નવલ કિશોર ને એક છે નવલ કિશોરી…













