Karm No Sangathi Lyrics in Gujarati Mirabai New Bhajan

Karm No Sangathi Rana Maru Bhajan Lyrics Mira Bai

કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી ભજન લીરીક્સ: Karm No Sangathi Bhajan Lyrics sung Meera Bai. This is gujarati juna bhajan and about the value of human Karma.

Karm-no-sangath-bhajan-lyrics-meera-bai

Karm No Sangathi Rana Maru Koi Nathi Lyrics in Gujarati

હેજી રે કર્મનો સંગાથી, રાણા મારુ કોઈ નથી,
હેજી રે કર્મનો સંગાથી, હરિ વિના કોઈ નથી,

હો હો રે એક રે ગાયના દો દો વાછરું,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બન્યો શિવજી નો પોઠીયો,
બીજો ઘાંચીડા ને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એકરે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકને માથેરે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એકરે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકરે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મુકાય,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એકરે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજી ને ઘાટ,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એકરે વેલાના દો દો તુબડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકરે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળીયા ને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એકરે વાંસની દો દો લાકડી,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવર ના હાથમાં,
બીજી વાગે વાદીડાને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,

હો હો રે એક રે માતાને દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાંચી ધૂણી તપે,
બીજો લખ ચોરાશી માંહ્ય,…હેજી રે કર્મનો સંગાથી,

હેજી રે રોહિદાસ ચરણે મીરાંબાઈ બોલિયાં,
દેજો અમને સંત ચરણે વાસ,…હેજી રે કર્મનો સંગાથી,

Mirabai Na Juna bhajan Lyrics

error: Content is protected !!