Bhatkela Man Ni Bhulu Sudharo Lyrics Gujarati New Bhajan

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો લીરીક્સ

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો Bhatkela Man Ni Bava Bhulu Sudharo Lyrics: Bhajan is written by Das Sava. And sung by many gujarati singers in live santvani bhajan and lokdayro in Gujarat.

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો લીરીક્સ

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો Lyrics in Gujarati

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી
શરણો માં લેજો, શરણો માં લેજો

કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી

આવન જાવનની બાવા ગલીયું છે વાંકી
સમરણની સુધદાતા દેજો, સતગુરુજી

મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો, સતગુરૂજી

કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો, સતગુરુજી

છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો, સતગુરૂજી

“સવો” કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી

Gujrati Desi Bhajan Lyrics 2026

error: Content is protected !!